ભરૂચના અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીના નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને અને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું જોકે આ અંગે સગીરાના માતા-પિતા ને જાણ થતા મામલો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે પહોંચ્યો છે જીઆઇડીસી પોલીસે સુરેશ વણઝારા વિરુદ્ધ પોસ્કો એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી એની ધરપકડ ના ચક્ર ગતિમાન કર્યા છે સગીરા સાથે દુષ્કર્મના આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાવી છે.
Home > Daxin Gujarat > bharuch > ભરૂચ: અંકલેશ્વર રાજપીપળા રોડ પર સગીરા સાથે દુષ્કર્મ બાબત પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી.