ભરૂચના આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આમોદ તાલુકાના ચકલાદ ગામની છોકરીએ પરિવારના વિરદ્ધ જઈ આછોદ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જો કે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી જેને વડોદરા SSG હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતાં જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. પરિણીતાને એક દોઢ વર્ષનો બાળક પણ છે. પરિણીતાના પિયર પક્ષે સાસરી પક્ષ વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Home > Daxin Gujarat > bharuch > ભરૂચ: આમોદ તાલુકાના ચકલાદ ગામની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.