રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
માંગરોળ મા બીડી તંબાકુ લેવા લોકોની ભીડ જામી. સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા, એક તરફ હોલ સેલરો દ્વારા રીટેઈલ દૂકાનદારો ને બીડી તંબાકુ નો માલ આપવામાં આવતો નથી. એકલ દોકલ ને બાદ કરતા મોટા ભાગની રીટેઈલ પાન-બીડી ની દુકાનોમાં માલ ન હોવાથી દુકાનો ખુલતી નથી. બીજી તરફ હોલ સેલરો રીટેઈલ મા માલ વેચવા લાગતા લોકોની ભીડ જામતા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. પોલીસ તંત્ર પણ પરેશાન થઈ રહ્યું છે. ત્યારે મામલતદાર તંત્ર રીટેઈલ દૂકાનદારો ને બીડી તંબાકુ નો માલ મળી રહે તેવી વ્યવસ્થા કરે. જેથી દરેક દૂકાનો પર બીડી તંબાકુ મળવી ચાલું થઈ જાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે અને અંદરખાને ચાલતી કાળાબજારી પણ બંધ થાય તેવી લોક માંગ ઉઠી છે.