અમદાવાદ: આપત્તિના સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના કેસો અમદાવાદ જીલ્લા સહિત રાજ્યભરમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સરકારી તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે સેતુરૂપ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદ કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને અમદાવાદ જીલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ અને કોવીડ ટેસ્ટીંગની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધી નિરીક્ષણ હેઠળ સમગ્ર જીલ્લામાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આયુષ વિભાગ દ્વારા શક્તિ વર્ધક ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ સમગ્ર અમદાવાદ જીલ્લામાં કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અંગત રસ દાખવીને સરકારમાં રજુઆત કરવામાં આવે છે અને સમસ્યાનો ઉકેલ પણ લાવવામાં આવે છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોળકા ઉપરાંત બાવળા, સાણંદ, વિરમગામ ખાતે રૂબરૂ જઇને કોરોના વાયરસ અંગેની સ્થીતિની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોને સંકલનમાં રહીને કોરોના વાયરસને નાથવા માટે આહવાહન કર્યુ હતુ.


અત્રે ઉલ્લેખનીય છે કે, “તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ તેમ આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *