નવસારી: લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા આયોજિત આંતલીયા ગ્રામ પંચાયતના તમામ સફાઇ કર્મીઓનું તેમજ આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

Latest Navsari
રિપોર્ટર: હેમલ પટેલ,નવસારી

હાલ કોરોનાવાયરસ ની મહામારી તેમજ લોકડાઉંન ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા ગ્રામ પંચાયતના તમામ સફાઇ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ આંગણવાડીની બહેનો જે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ તમામ સફાઇ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મીઓ તથા આંગણવાડીની બહેનો નું પુષ્પો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પાણીની બોટલ માસ્ક ચોકલેટ પણ લા. ગોપાલ પટેલના જન્મદિન નિમિત્તે વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે આંતલીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કલ્પેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા લા. ભગવાન પટેલ લા. ગોપાલ પટેલ લા. જીતેન્દ્ર દેસાઇ પૌત્રના જન્મદિન નિમિત્તે પાણીની બોટલ સ્પોન્સર કરવામાં આવી હતી આ નિમિત્તે લાયન્સ ક્લબ આંતલીયા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ પ્રમુખશ્રી નિમિષાબેન મિસ્ત્રી સેક્રેટરી ભાવિન ટંડેલ પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ વસી લા. હિનાબેન પટેલ ઝેડ. સી ભગવાન પટેલ લા. પરેશ પટેલ નગીન પટેલ ગોપાલ પટેલ રમેશ પટેલ નિલેશ મિસ્ત્રી અરુણ નાયક વગેરે હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ સરાહનીય કાર્ય ને પ્રજાજનો એ બિરદાવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *