રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ત્યારે ભારત સરકારના નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન વેકેશનમાં ઘરમાં જ રહેતા બાળકોને પોષક આહાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા ફુડ સિક્યુરિટી યોજના અંતર્ગત વેકેશનમાં બાળકોને ચોથા તબક્કાનું અનાજ જિલ્લાના કુલ ૬૯૧૧૩ જેટલા બાળકોને અનાજ વિતરણ કરાયું હતું. તેમજ ફ્રુડ સિક્યુરિટી એલાઉન્સની રકમ બાળકોના બેંક ખાતામાં તબક્કાવાર મામલતદારશ્રી કચેરી દ્વારા જમાં કરાવવામાં આવી રહી છે
ગુજરાત સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૪ થી મે થી તા. ૭ મી જુન, ૨૦૨૦ સુધી ૩૪ દિવસ માટે અનાજ અને ફુડ એલાઉન્સ આપવાનું જાહેર કરેલ છે જે સંદર્ભે જિલ્લાના ધો.૧ થી ૫ ના પ્રાથમિક શાળાના બોળકોને ૧.૭૦૦ કિ.ગ્રામ ઘઉં -ચોખા અને ધોરણ ૬ થી ૮ ના પ્રાથમિક શાળાના બાળકોને ૨.૫૫ કિ.ગ્રામ ઘઉં-ચોખાનું વિતરણ કરાયું હતુ.
નાંદોદ તાલુકાના મધ્યાહન વિભાગના નાયબ મામલતદારશ્રી રાજેનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને મહામારી જાહેર કરેલ છે ત્યારે, ગુજરાત સરકારની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૪ થી મે થી તા. ૭ મી જુન, ૨૦૨૦ સુધી ૩૪ દિવસનું ફ્રુડ સિક્યુરિટી એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે ત્યારે અગાઉ ત્રણ તબક્કામાં અનાજ અને ફુડ એલાઉન્સ અપાય ગયેલ છે અને હાલ ચોથા તબક્કાનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની ધો- ૭ ની વિદ્યાર્થીની જયાબેન સુભાષભાઇ વસાવાએ કહ્યુ કે, અમારી બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના બાળકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં મને ૨.૫૫ કિ.ગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવ્યા છે તેથી હું સરકારશ્રીનો આભાર માનુ છું.