લોકડાઉંન ૫.૦ માં ધાર્મિક સ્થળો ખુલવાની પુરેપુરી શક્યતાઓને પગલે શક્તિપીઠ પાવાગઢ ખાતે કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા પ્રમાણે તૈયારીઓને આખરી ઓપ આપાયો.

Godhra Latest Madhya Gujarat

હાલમાં અનલોક ૧ ની જાહેર થયેલ ગાઈડલાઈન પ્રમાણ ૮ જૂન થી શરતો સાથે ખુલશે ધાર્મિક સ્થળો.

હાલ ચાલી રહેલ લોકડાઉન ૪.0 પૂર્ણતા ના આરે છે અને લોકડાઉન ૫.૦ ની જાહેરાત ની ઔપચારિકતા બાકી છે ત્યારે હવે લોકડાઉન ૫.૦ માં ગુજરાત ના ધાર્મિક સ્થાનો ખુલવા ની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે જેને લઈ પંચમહાલ મિરર ની ટિમ પહોંચી શક્તિ પીઠ પાવાગઢ ખાતે

હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને આની સાવચેતી ના ભાગરુપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને હાલ મા લોકડાઉન નંબર ૪.0 ચાલી રહ્યુ છે અને થોડા જ સમય મા આ લોકડાઉન નંબર ૪.0 પૂર્ણ પણ થઈ જશે પણ ભારત સરકાર ની ઘોષણા અનુસાર હવે લોકડાઉન ૫.૦ માં ધાર્મિક સ્થાનો ને શરતો ને આધીન ખોલવા ની મંજૂરી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.

મોટાભાગ ના પ્રસિદ્ધ મંદિરો માં કોવિડ-૧૯ ની ગાઈડલાઈન અનુસરી ને શ્રધ્ધાળુ ઓ માટે દર્શન નો માર્ગ મોકળો થશે. પંચમહાલ મિરરની ટીમ એ પંચમહાલ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ની મુલાકાત લઇ ત્યાં મંદિર ખોલવા ને લઈ શુ તૈયારીઓ છે તે અંગે રિયાલિટી ચેક કર્યું.પાવાગઢ મંદીર ટ્રસ્ટ અને ઉડન ખટોલા સંચાલિત કરતી ઉષા બ્રેકો કંપની એ પણ આગામી સમય માટે આરોગ્ય સુરક્ષા ને લઈ તૈયારીઓ માં સોશ્યિલ ડિસ્ટનસિંગ માટે ફૂટ માર્ક બનાવવા માં આવ્યા છે.સાથે જ અહીં આવનાર તમામ શ્રદ્ધાળુઓ નું થર્મલ સ્કેનિંગ,સેનેટાઇઝિંગ સહિતના પગલાં લેવામાં આવનાર છે.ટેમ્પરેચર ગન થી ચેક કરતા કોઈ યાત્રાળુ નું ટેમ્પરેચર વધારે આવે તો તેને તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડ માં ખસેડવામાં આવશે.

અહીં તેના માટે આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવનાર છે.સાથે જ અહીં ઉડન ખટોલા ની ટ્રોલીમાં પણ માત્ર બે જ વ્યક્તિઓ બેસી શકશે.પહેલા ટ્રોલી માં 6 લોકો બેસતા હતા જેમાં હવે માત્ર બે જ લોકો બેસી શકશે.મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નિજ મંદિર ની આસપાસ કોવિડ-૧૯ ની ગાઈડલાઈન પ્રમાણે પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *