રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
અખીલ ભારતિય ગ્રાહક પંચાયત દ્વારા આજ રોજ નર્મદા કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને આપવામાં આવ્યું આ આવેદન પત્ર ભારત ભર માં કવિડ-૧૯ ચાલે છે તે દરમિયાન લોકડાઉન હોવા ને કારણે આર્થીક પરિસ્થિતી ખૂબ નબડી થવા પામી છે .ત્યારે શિક્ષણ સંસ્થાઓ દ્વાર ફી ની ઉગારવતા શિક્ષણ સંસ્થા નો ને સત્ર દરમિયાન વાર્ષિક ફી ના લેતા માસિક ફી લેવામાં આવે અને નવા સત્ર એટલે જુન થી ઓગસ્ટ સુધી ના પ્રથમ 3 મહિના ની ફિસમાં વાલીઓ ને 25% ની રાહત આપવા માં આવે બીજું કે રાજ્ય ની એવી સ્કૂલ કે કોલેજો જેમાં જમવાની સગવડ કે બીજી અન્ય પ્રકાર ની સગવડ પેટે જે ફીસ લેવા માં આવે છે જ્યા સુધી સત્ર ચાલુ ના થાય ત્યાં શુધી તે ફીસ ના લે તેવી પણ સરકાર પાસે માંગ કરવામાં આવી છે.