વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ આયોજિત સ્વૈચ્છીક રક્તદાન કેમ્પમાં 170 બ્લડ ની બોટલ એકત્ર થઈ

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

આજરોજ હળવદ ના જનતા ફૂડ મોલ ખાતે આવેલ બેંકવેટ હોલ ખાતે આજે સવારે 8:30 થી 1:30 સુધી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના ની વર્તમાન પરિસ્થિતિ માં બ્લડ બેંક માં લોહી ની તીવ્ર અછત હોઈ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના કાર્યકર્તાઓ એ સેવા સુરક્ષા અને સંસ્કાર ના સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે અને આ વિકટ પરિસ્થિતિ માં તમામ વર્ગ અને સમાજ ના લોકો એ સ્વૈચ્છીક રીતે રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી અને મોરબી સંસ્કાર બ્લડ બેંક માં 62 બ્લડ ની બોટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં 110 એમ કુલ મળીને 172 બ્લડ ની બોટલ એકત્ર કરી હતી તે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે આ કેમ્પ માં સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને સંસ્કાર બ્લડ બેંક ના ડોકટરો અને કર્મચારીઓ એ ખૂબ સરાહનીય કામગીરી કરી હતી અને સરકારશ્રી ની તમામ ગાઈડલન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ ના સર્વે સભ્યો સહિત હળવદ ની તમામ સામાજિક સંસ્થા ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી અને સ્વૈચ્છીક રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ અને સામાજિક સંસ્થાઓ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *