રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આપણા આયુષ મંત્રાલય દ્વારા જણાવેલ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની હોમીયોપેથી દવા નિ:શુલ્ક પણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિ:શુલ્ક વિતરણ વિરમગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ મેમ્બર તથા ટાઉનના રક્ષકો એવા પોલીસ સ્ટાફ માં વિતરણ કરવામાં આવ્યું છે. હજી પણ આ દવાનું વિતરણ ચાલુ છે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ના માલિક ધવલ પટેલ અને ઊર્મિ પટેલ વિરમગામ અને નજીકના ગામડાના લોકોને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરે છે. લી. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર ધવલ પટેલ :- 9998344849 ઊર્મિ પટેલ :- 9409210345 યુવા શક્તિ ગ્રુપ- વિરમગામ તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની સાથે મળીને વિરમગામ ની જનતા ના ઘેર ઘેર જઈને આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર,વિરમગામ યુવાશક્તિ ગ્રુપ તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કોરોના વોરિયર નો આભાર વ્યક્ત કરે છે.