રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
દાંતા તાલુકામાં દાંતા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને જનતાને વિજબિલ ની રાહત આપવામાં આવે એ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ અંબાજીમાં વિધુતબોર્ડ દ્વારા રહીશોને અને વેપારીઓને લાઇટબીલ આપવામાં આવતા વેપારીઓ અને રહીશોએ સરકાર સામે નારાજગી દર્શાવી હતી.
વિશ્વમાં કોરોના વાયરસે મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક થી ચાર અલગ અલગ તબક્કે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી વેપારીઓની દુકાનો બંધ રાખવામાં આવી હતી, લોકોના નોકરી અને રોજગારી બિલકુલ બંધ થઇ ગયી છે,તેમની પાસે આવકનું કોઈ પ્રકાર નું સ્તોત્ર ચાલુ હતું નહીં. લોકો પોતાના ધંધા, રોજગાર, નોકરી બધું બંધ કરીને ઘરમાં પુરાઈ રહ્યા હતા.
આવા કપરા સમયમાં કેટલીય સેવા ભાવિ સંસ્થાઓ લોકોની મદદે આવી છે અને લોકોને ખાવા પીવાનું પૂરું પાડ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો સરકાર પાસેથી પણ કંઈક સહાય અને રાહતની અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ સરકાર સહાય કરવાને બદલે લોકડાઉન દરમિયાનનું પણ વીજ બિલ ભરવા માટે બિલ મોકલી દીધા છે. જનતાને પડ્યા પર પાટું મારતી હોય એમ સરકારે વીજબિલમાં કોઈપણ પ્રકારની રાહત વિના પૂરેપૂરુ બિલ ભરવા આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા તારીખ 26 મેના રોજ સમગ્ર પ્રદેશમાં વીજબિલ માફ કરવા માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તેમ છતાં સરકારે આ આવેદનપત્રોને પણ અવગણી ને કઈ પ્રકારની રાહત આપ્યા વિના પૂરેપૂરો વીજ બીલ ભરવા ફરજ પાડી રહી છે.લોકડાઉન દરમિયાનની આવી પરિસ્થિતિમાં લોકોને ખાવાનું પણ માંડ પૂરું પડી રહ્યું છે ત્યારે વીજ બીલ માફી આપીને પ્રજાને કંઇક અંશે રાહત આપવી જોઈએ એવી પ્રજાની માંગ છે.