રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
હાલ વિશ્વભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે તાજેતરમાં દેશના કેટલાંક શહેરોના દરિયા કિનારે અમફાન વાવાઝોડું ત્રાટક્યું હતું તો બીજી બાજુ હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે તો રાજ્યમાં સમયસર ચોમાસાનું આગમન થશે. જે આગાહી વર્તાઈ રહી છે બે દિવસથી અમદાવાદ જિલ્લાના કેટલાક પંથકોમાં વાદળો બંધાયા છે અને વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આજે વહેલી સવારે માંડલમાં છાંટા પડ્યા હતા.