રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વવાજોડા ને લઇ આગમાં ચેતી ત્યારી કરાઈ ગયા વાયુ વાવાજોડામાં માંગરોળની જેટીને દરીયાના મોજાથી ધોવાણ થતાં ભારે નુકશાન થયું હતું અને માંગરોળની જેટીમાંથી ટેટરાપોલ નું ભારી માત્રામાં દરીયાઇ મોજાથી ધોવાણ થયું હતું. અને જેટીના ઉપર થી પાણી વહી રહયું હતું ત્યારે ફરીવાર ગુજરાતમાં વાવાજોડાની અગમચેતીના ભાગરૂપે માંગરોળ બંદરની જેટીનું સમારકામ આગતોરા આયોજન રૂપે કરાઇ રહયું છે અને જેટીનું ધોવાણ ન થાઇ તે હેતુથી જેટી પાસે ટેટરાપોલ લગાવવામાં આવી રહયા છે જેથી જેટીની સુરક્ષામા વધારો થાઇ તેમ છે જયારે ખાસ વાત કરવામાં આવે તો માંગરોળ બંદરમાં ફેસ થ્રી ની જેટી આવેલી છે અને માંગરોળ બંદરમાં હાલ નવી જેટીનુંકામપણ શરૂ કરવામાં આવ્યું છે અને માંગરોળ બંદર ની કેપેસીટી વધારવામાં આવી છે જે કામ અંદાજે બે વર્ષથી શરૂ છે હાલતો જો આ જુની જેટીનું સમારકામ ન થાય તો માંગરોળ બંદરમાંપણ દરીયાનું પાણી ઘુસી જાય તેવી પણ શકયતા શેવાઇ રહી છે જેને ધ્યાને રાખીને હાલ ગુજરાતમાં વાવાજોડાની શકયતાને લયને આગોતરા આયોજન થી કામ શરૂ કરાયું છે.