રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
એક મહિનાના બાળકે માતાને ગુમાવી
નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે પરંતુ હજુ કેટલાય સમાજમા સુધારણાની જરૂર હોય ત્યારે વધુ એક પતિ પત્નિ ના સબંધને શરમશાર કરતી ઘટના સામે આવી છે. નસવાડી ના નખલપુરા ગામે રહેતા અક્ષય મહેન્દ્ર ભીલ અને તેની પત્ની મહેશ્વરી બેન ભીલ વચ્ચે દોઢ વર્ષ ના લગ્ન સબંધ હોય બંને સુખી હતા પતિ ડ્રાઈવર ની નોકરી કરતો હોય હાલમા એક મહિના પેહલા તેમના ઘરે પુત્ર નો જન્મ થયો હોય હજુ નામ પાડવાનું બાકી હોય ત્યારે ગત રાત ના અક્ષય નો ગામ ની જ એક છોકરી સાથે પ્રેમ સબંધ હોય તેને પત્ની બનવાનું કહી બન્ને રાત ના બાઈક પર ભાગી ગયા હતા મોડી રાત ના ભાગેલ પરિણીત પતિ અને ગામ ની કુંવારી છોકરી વડોદરા ના સાવલી ચેકપોસ્ટ પાસે પોહચ્યાં તો પોલીસ તેમને અડધી રાત્રે રોકી પૂછપરછ કરતા તેઓ પૂરતા જવાબ આપી ના શકતા નસવાડી પોલીસ ને જાણ કર્યા બાદ નસવાડી પોલીસ તેમને લેવા ગઈ હતી અને તણખલા પોલીસ મથકે લાવ્યા બાદ તેમની પૂછપરછ ચાલુ હોય તેવા મા ભાગેડુ પતિ ની ખબર તેની પત્નીને પડતાં તેને લાગી આવતા એક મહિના ના પુત્ર ને મૂકી તરત ઝેરી દવા પી આપઘાત કર્યો હતો ઘટના ની જાણ તણખલા આઉટ પોસ્ટ ને થતા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં દવા પી આપઘાત કરનાર મહેશ્વરી ભીલ ખરેડા ની હોય તેના માતા પિતા સૌરાષ્ટ્ર મજૂરી માટે ગયા હોય તેની લાશ પી એમ માટે નસવાડી મુકાઈ છે જયારે લવર ને ભગાડી જનાર એક પુત્ર નો પિતા હાલ ચોધાર આશું સારી રહ્યો છે જ્યારે એક બાળક ની માતા મોતને વ્હાલ કર્યું અને એક કુંવારી છોકરી ની ઈજ્જત ગઈ છે. ત્યારે પોલીસે પ્રેમમાંં પાગલ પતિ ને જેલ ના સળિયા પાછળ ધેકીલ દીધો છે.