રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
આજ રોજ કેટલાંક દૈનિક વર્તમાન પત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને ૨ મહિનાથી પગાર નહીં મળવા બાબતે અહેવાલ પ્રસિધ્ધ થયેલ. આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ તમામ કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોન્ટ્રાકટર લાર્સન એન્ડ ટુબ્રો હસ્તક ફરજ બજાવે છે.
આ સમગ્ર બાબત ગત રોજ મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધ્યાને આવેલ જે બાદ લાર્સન એન્ડ ટુબ્રો ને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવેલ અને તાત્કાલિક અસરથી કર્મચારીઓને પગાર ચૂકવી આપવા નોટિસ આપવામાં આવેલ જે બાદ તમામ કર્મચારીઓને તેમનો નિયત પગાર ચૂકવી દેવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકડાઉન લાગુ પડ્યુ તે દિવસથી જ રાજ્ય સરકારે આદેશ કરેલ કે તમામ સરકારી કચેરી હસ્તકના તમામ કાયમી અને આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓને પગાર ચૂકવવો તે મુજબ મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ તમામ એજન્સીને લેખિતમાં જાણ કરી તેમના હસ્તકના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમનો નિયત કરાયેલ પગાર ચૂકવવા લેખિતમાં જાણ પણ કરાઈ હતી.