રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજપીપળા રામબાગ સોસાયટી મા રહેતાં યુવાન ને ત્રણ સવારી મોટરસાઈકલ ઉપર જતાં વડીયા જકાતનાકા ના પોલીસ સર્વેલન્સ કેમેરા મા કેદ થઈ જતાં, નર્મદા એલ.સી.બી પોલીસ તરફ થી સી.આર.પી.સી કલમ 141(1) ક ની નોટીસ મળી હતી. અને તેમા જણાવ્યા મુજબ તા.૨૫/૦૫/૨૦૨૦ ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશન મા હાજર થવા જણાવવામાં આવ્યું હતું.
સદર નોટીસ બાબતે કયા પ્રકારની પોલીસ કાર્યવાહી હોય છે તેનાથી અજાણ યુવાન પોતાના મિત્ર ને લઈ ને રાજપીપળા પોલીસ સ્ટેશને તા.૨૫ મે ના રોજ હાજર થયેલ ત્યાં ના આ કેસ બાબત ની કામગીરી કરતાં પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ જાટ નાઓ એ સદર યુવાન વિજયભાઈ જયંતીભાઈ પટેલ ને આ કેસ ની પતાવટ કરવી હોય તારે મને ત્રણ હજાર રૂપિયા આપવા પડશે એમ કહી ગેરકાયદેસર રીતે નાણાં ની માંગણી કરી હતી, અને જો નહીં આપે તો તને મોટરસાઈકલ સહીત ગુનાહીત કૃત્ય મા સંડોવી નાંખીશ તેવી તેવી ધમકી આપી હતી.
યુવાને પોતે બેરોજગાર હોય અને ખેતી ના કામે ગયેલ હોય જણાવી રુપિયા આપવા બાબતે અસમર્થતા દર્શાવતા, કોન્સ્ટેબલ મહેન્દ્ર ભાઈ જાટ અચાનક ઉશકેરાઈ જઈ બિભત્સ ગાળો બોલવા લાગેલ અને કહ્યું હતું કે તુ ગુનો કરી ને આવેલ છે કંઈ એમ ને એમ નથી આવેલ આમ દાબ દબાણ ઉભું કર્યુ હતું અને જામીનદાર લઈ આવ તેમ કહ્યું હતું.
અરજદાર યુવાન વિજયભાઈ પાસે પૈસા ઓછા હોય રાજપીપળા પોલીસ સ્ટેશન મા જામીનદાર નુ કામ કરતા રાજુભાઈ પંચોલી ને જામીનદાર તરીકે લઈ આવવા જણાવેલ અને જામીનદાર તરીકે રહેવા બદલ રાજુભાઈ પંચોલી ને 500 રુ અલગ થી આપી દેવા કહ્યુ હતું અને પોતાને 3000 રુ ના બદલે 1500 રુ આપી દેવા જણાવેલ ગભરાઈ ગયેલાં યુવાને કોન્સ્ટેબલ મહેન્દ્ર ભાઈ જાટ ને 1500 રુ રોકડા અને જામીનદાર રાજુભાઈ પંચોલી ને 200 રુ આપ્યાં હતાં. આમ કુલ 1700 રુ આપ્યાં હતાં. ત્યાર બાદ કોન્સ્ટેબલ મહેન્દ્ર ભાઈ જાટે ધમકી ભર્યા સ્વર મા કહ્યું હતુ કે આ બાબત ની જાણ કોઈ ને પણ કરતો નહીં, અને યુવાન ની તથા જામીનદાર રાજુભાઈ પંચોલી ની સહી કરાવેલ અને લીધેલ નાંણા બાબત ની કોઈ પણ જાત ની રસીદ કે પહોંચ આપેલ ન હતી.રાજપીપળા ના પોલીસ કોન્સ્ટેબલે ગુના કામે આવેલ યુવાન પાસે થી ગેરકાયદેસર રીતે પૈસા પડાવી લેતાં અને ધમકી આપતાં વ્યથિત થયેલાં યુવાને ન્યાય મેળવવા માટે રાજ્ય ના પોલીસ મહા નિર્દેશક શિવાનંદ ઝા, નર્મદા જીલ્લાના કલેકટર તેમજ નર્મદા જીલ્લા ના એસ.પી હિમકર સિંહ ને આ બાબત ની લેખીત ફરીયાદ કરી તપાસ કરી ગુનો માલુમ પડતાં પંદર કોન્સ્ટેબલ ને નોકરી માથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.