રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માર્ચ મહિનામાં યોજાતી અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે હજુ સુધી યોજાઈ નથી અને વિરોધ પક્ષના પદાધિકારીઓ દ્વારા પણ વારંવાર આ સભા યોજવા માટેની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની તમામ સમિતિઓની મળતી બેઠક, જિલ્લાના કામો, સને.19-20 ના હિસાબો મંજુર કરવા, સરકારમાં ટેન્ડરો બહાર પાડવા અને નવીનીકરણને લઈને તમામ યોજનાઓની સંયુક્ત સમાન્ય સભા આ વર્ષે માંડલ ખાતે આવેલ રેસ્ટહાઉસમાં તા.૩૦-૦૫-૨૦૨૦ ને બપોરે 11 કલાકે યોજાશે. અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માંડલ ખાતે યોજાય જે લોકોની એક ઉત્સુકતા પણ હતી જે આવતીકાલે પુરી થશે.