વાપી / જીઆઇડીસીની કંપનીમાં મળસ્કે આગ લાગતા ત્રણ ભાગ્યા, એકનું સુતેલામાં જ ભથ્થું

Latest Lifestyle

જીઆઇડીસીની એક કંપનીમાં મળસ્કે અચાનક આગ લાગતા અંદર સૂતેલા ચાર પૈકી ત્રણ કામદારો બહાર ભાગ્યા હતા. જોકે અંદર સૂતેલો એક કામદાર ઉંઘમાં જ ભૂંજાઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા એક ટીમ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી હતી. જોકે આગથી કંપનીના પતરા કમજોર થવાથી ગમે ત્યારે પડી જવાના કારણે તેમણે અંદર જવાનું ટાળ્યું હતું. વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ સ્થિત વન્ડર પોલીમર્સ કંપનીના સંચાલક અરવિંદ રામજી સિંગએ મંગળવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, રાબેતા મુજબ સોમવારે સાંજે કંપની બંધ કરી તેઓ ઘરે નીકળી ગયા હતા. રાત્રિના સમયે કંપનીમાં 4 માણસો સૂતા હોય છે.

મૃત પામેલ વ્યક્તિ 5 માસ પહેલા કંપનીમાં કામ કરવા આવેલો
મંગળવારે વહેલી સવારે એક કામદારે ફોન કરી જણાવેલ કે, કંપનીમાં અચાનક આગ લાગી ગઇ છે. જેથી સ્થળ ઉપર પહોંચી ફાયરને જાણ કરતા હેમખેમ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે તે સમયે ફાયરના જવાને જણાવેલ કે, અંદર એક માણસ મૃત હાલતમાં પડેલો છે. જેથી અન્ય કામદારોને સાથે લઇ જઇ ઓળખ કરતા 5 માસ પહેલા કંપનીમાં કામ કરવા આવેલ લાલુ નરેશ ઉરાવ ઉ.વ.25ની લાશ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને કરતા લાશને પીએમ માટે મોકલાવી આગળની તપાસ હાથ ધરાઇ હતી. તેમજ આગના કારણે કંપનીના સિમેન્ટના પતરા ગમે ત્યારે પડી શકે તેમ હોવાથી અંદર જવાનું ટાળી વધુ મદદ માટે એફએસએલની ટીમને જાણ કરાઇ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.
ઘોર નિદ્રામાં હોવાથી મોતનું અનુમાન
મળસ્કે લાગેલી આગમાં અન્ય કામદારો તો બહાર ભાગી ગયા હતા. પરંતુ તેમાં દાઝી જવાથી મૃત પામેલ લાલુ ઘોર નિદ્રામાં હોવાથી ભાગી ન શકતા આગની ચપેટમાં આવી ગયા હોવાનું અનુમાન અન્ય કામદારો લગાવી રહ્યા છે. જેથી ઉંઘમાં આગથી ભૂંજાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *