રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ શહેર વિસ્તારમાં આવતા તિરુપતિ કોમ્પ્લેક્ષની સામે દેવી પૂજક ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદું પાણી ઉભરાતા તેની દુર્ગંધ થી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે બાબતે વારંવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ જ નિકાલ નહિ આવતા આ રહીશો દ્વારા નગરપાલિકા દ્વારા ઉભરાતા ગંદા પાણીનો કાયમી નિકાલ 3 દિવસમાં નહિ લાવે તો લોકડાઉન હોવા છતાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી લેખિત રજુઆત કરી છે. તેની એક નકલ પ્રાંત અધિકારી શ્રી વિરમગામને આપી છે.