રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સનસેટ પોઈન્ટ એક એવો અદ્દભુત જગ્યા છે જેને જોવા જવું એક જીવનનો લ્હાવો છે અને ઘણાં ખરા પ્રવાસીઓ પોતાની ટુરમાં સનસેટ પોઈન્ટનો લ્હાવો લેતાં હોય છે. સનસેટ પોઈન્ટ એ સૂર્યનારાયણ દેવ સંધ્યા સમયે આથમતા હોય તે નરી આંખે સમક્ષ જોઈ શકાય તેવી જગ્યા હોય છે. આ જગ્યા સેંકડો માઈલ ઉંચી જગ્યા પરથી જોવા મળે છે. ગુજરાતમાં માઉન્ટ આબુ અને સાપુતારા પર્વત પરથી આ નજારો જોવા મળતો હોય છે. પણ ક્યારેક તમે એવી ઉંચાઈ પર ઉભા હોય અથવા તો વાદળછાયું વાતાવરણ હોય તો આપણે આથમતા સૂર્યને જોઈએ ત્યારે આપણને સનસેટ પોઈન્ટ પર ઉભા હોય તેવો ભાસ થાય છે. આવો એક કુદરતી મનમોહક સૂર્યાસ્ત નજારો માંડલના નવા બનેલા પુલ ઉપરથી જોવા મળ્યો હતો. અમારા દ્વારા કચકડે કંડારેલો આ નજારો ખરેખર અદ્દભુત અને કુદરતી દ્રશ્ય છે જે સનસેટ જેવું લાગે છે.