રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
તા 29.5.20 પાટડી તાલુકામાં અખિયાનામાં એક કોરોના પોઝિટિવ આવ્યો હતો ,જેને બે દિવસ થયા છે ત્યાં આજે પાટડીના ઝેઝરા ગામે એક ગર્ભવતી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, તાત્કાલિક મહિલાને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા, આ મહિલા ઝેઝરાના વતની છે અને તેઓના લગ્ન વડગામ થયેલા છે. તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વડોદરા ,અમદાવાદ છે, તેઓના વડગામથી ૨૩ તારીખે અમદાવાદ દવા લેવા ગયા હતા, જ્યાં પ્રેગ્નન્સી માટે જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા, જેમાં કોરોના પોઝિટિવ આવતા તેઓના પરિવારજનો પણ ચિંતામાં પડી ગયા હતા. આ બનાવને લઈને તાબડતોબ આરોગ્ય વિભાગની ટીમ ઝેઝરા પહોંચી હતી સાથે પાટડી ડે.કલેકટર બી કે જોશી ,મામલતદાર કે એસ પટેલ, ટી.એચ.ઓ, ર્ડો રાજ કુમાર , સર્કલ ઓફિસર જયરાજસિંહ , ગુજરાત રાજ્ય બોર્ડના સંયોજક ભરતભાઈ પંડ્યા , સહિતનાઓએ ઝેઝર તથા વડગામની મુલાકાત લઇ સમગ્ર ઝેઝર ગામને કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યું. જયારે વડગામમાં ગાત્રોત માતાનો ખાંચો ને પણ કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યો હતો.