રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોરોના કહેર વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતો પર તીડનો આંત
ખાંભા પંથક તરફથી રાજુલા તાલુકાના મોટાભાગના ગામમાં બે-ત્રણ દિવસથી તીડનું આકર્ષણ વધ્યું હતુ. આજે સવારથી રાજુલાના વાવેરા ગામે તીડનું આક્રમણ વધ્યુ ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો ઉનાળુ પાક હજુ ઉભા ખેતરમાં ઉભો છે. અને લાખોની સંખ્યામાં તીડ આવતા ખેડૂતો માટે નંવુ સંકટ આવ્યું.
ખેડૂતો પોતાન ખેતરમાં પાકને બચાવવા આવ્યા, થાળીઓ લઈને ખેતર તરફ દોડ્યા
આ તીડ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે તેમ છે
તીડના આક્રમણથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
ઉનાળું મગ,લીલા શાકભાજી, કેરીના આબા, બાજરી, તલ જેવા વાવેતર પાક ઉપર છે ત્યારે તીડનો આંતક મચી રહ્યો છે