રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ અને ભારત દેશના લોકો લોકડાઉનના કારણે ખુબ જ મુશ્કેલીમાં મુકાયેલ છે. ત્યારે પૂર્વ ચેરમેન દ્વારા સરકાર પાસે નીચે મુજબ માગણી કરેલ છે.
- દેશના તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તાત્કાલિક રૂ.10000/- ની રોકડ આપવામાં આવે તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને રોકડ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે.
- દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા તમામ શ્રમિકોને સહીસલામત અને વિના મૂલ્યે પોતાના વતન મોકલવામાં આવે.
- મનરેગા યોજનામાં હાલ શ્રમિકોને 100 દિવસની રોજગારીના બદલે 200 દિવસની રોજગારી આપવા માગણી કરેલ છે.