રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
જાણવા મળતી વિગત મુજબ આજે સવારે ઉનાનાં પૂર્વ ધારાસભ્ય ત્થા નગરપાલીકાના પ્રમુખ ત્થા ભાજપનાં આગેવાન કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ઉના શહેર ભાજપ પ્રમુખ મીતેષભાઈ શાહના બુલેટ ઉપર ગીરગઢડા રોડ ઉપર એમ.કે.પાર્કમાં ઉના નગરપાલીકાના પૂર્વ નગર સેવીકા ગીતાબેન કાંતીલાલ છગનુ અવસાન થતા તેમને ત્યાં બેસવા ગયેલ હતા ત્યાંથી નીકળી અને આ વિસ્તારમાં રહેતા અનુભાઈ હરીશંકર ઠાકર ત્થા તેના જમાઈ અને ઉપપ્રમુખ નગરપાલીકા ચંદ્રેશભાઈ એન.જેશો બેઠા હતા ત્યારે બેસવા ગયેલ હતા ત્યારે ૨ થી વધુ લોકો વાહનમાં આવી ઝઘડો કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પોતાની પાસે રહેલ રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી રાઉન્ડ ફોડતા કાળુભાઈ રાઠોડ જડબા ત્થા ગળાના ભાગે ત્થા તેમની પાસે બેઠેલ અનુભાઈ ઠાકરને પેટના ભાગે ત્થા લોકેશ રસીકભાઈ ડાબી બાજુના છાતીના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં પ્રથમ ઉના ખાનગી દવાખાને સારવાર લીધી હતી અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉનામાં નગરપાલીકાના પ્રમુખ ઉપર ફાયરીંગ થયાની વાત શહેરમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા નગરપાલીકાના પ્રમુખના બંગલા સામે ભેગા થયા હતા. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જીલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી, એ.એસ.આઈ. અમીત વસાવા ઉના દોડી આવ્યા હતા અને આઈ.જી.પી. મનીન્દરસિંહ પવાર પણ ઉના આવવા રવાના થયેલ છે. ઉનામાં ભયનો માહોલ સર્જાતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે બનાવના સ્થળ ઉપરથી ફુટલા કાર્તુસનો જથ્થો પણ મળી આવતા કબ્જે લીધો છે. ઉનાથી પી.એસ.આઈ. રાજકોટ ફરીયાદ લેવા ગયા છે. ફરીયાદ આવ્યા પછી સાચી ખબર બહાર આવશે. જ્યારે જાણવા મળતી વિગત મુજબ ઉના મધુવન ગ્રુપ ઉનાનાં મહેશભાઈ ભગવાનભાઈ બાંભણીયા, યશવંતભાઈ મનુભાઈ બાંભણીયા, રવિ મનુભાઈ બાંભણીયાને પણ હથીયારથી ઈજા પામેલ હોય તેમને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડેલ છે.