રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદની જાણીતી એજન્સીઓના વિડીયો ફોટા પણ નામ સાથે થઈ રહ્યા છે સોસિયલ મીડિયામાં વાઈરેલ કેશોદ માં પણ લોકડાઉન ચારમાં એજન્સીઓ અને ગલ્લા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ કેટલાક મોટા લોભિયા વેપારીઓ પાન મસાલાની છાપેલી કિંમત કરતા અનેક ગણી કિંમત લઈ રહ્યા છે ત્યારે કેશોદ કેશરી સેનાના પ્રમુખ પ્રવીણ પટેલની આગેવાનીમાં છુટક પાનની દુકાનદારોને સાથે રાખી કેશોદ મામલતદાર અને નગરપાલિકા ચિફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે અમુક એજન્સીઓ ધરાવતા વેપારીઓ દ્વારા પાન બીડી તમાકુ સહિતનો માલ સામાન હોવા છતાં છુટક પાનની દુકાન ધરાવતા દુકાનદારોને આપવામા નથી આવતો ઘણાં વેપારીઓ દ્વારા કાળા બજાર કરી વેંચાણ કરવામા આવે છે તેમજ એજન્સીઓ વાળા દ્વારા સોપારી તંમાકુ સહીત કીટો બનાવી છુટક વેચાણ કરી ઉંચા ભાવે સીધા ગ્રાહકોને વેચાણ કરેછે પણ અત્યાર સુધીમાં પાનની દુકાન ધરાવતા વેપારીઓને પુરતો જથ્થો આપવામાં આવ્યો નથી.
લોક ડાઉન પહેલાં અને લોક ડાઉન બાદ એજન્સીઓ નો માલ સ્ટોક ચેક કરવામા આવે અને જો કાળા બજારમાં વેચાણ કરનાર વેપારી જવાબદાર ગણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે જે બાબતે કાળા બજાર કરતા લોભિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચારીછે જેમાં કેશોદના અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પાસે છાપેલી કિંમત કરતા વધુ પૈસા પણ લેવામાં આવી રહ્યા હોય તેવા લેભાગુ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.