રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કચેરીની છત ઉપરથી રોજ પોપડા પડે છે. છતમાં કટાઈ ગયેલા સળિયા પણ સ્પષ્ટ દેખાતા હોવાથી નીચે બેસતા કર્મચારી પર મંડરાતું જોખમ
જિલ્લા સેવા સદનની બિલ્ડીંગમાં આવી ઘણી કચરીઓ જોખમી હશે ત્યારે જોખમ નીચે કામ કરતા કર્મચારીઓના હિતમાં તાત્કાલિક મરામત જરૂરી છે.
રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લા સેવા સદન બિલ્ડીંગના ભોઈ તળિયે આવેલી બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરી રહયા છે કેમ કે કચેરી ની છત પર થી રોજ પડતા પોપડા અને ઉપર સિલિંગ માં કાટ ખાઈ ગયેલા બહાર જણાઈ આવતા સળિયામાંથી ગમે ત્યારે જાણે સ્લેબ નીચે પડશે તેવો ડર આ કચેરીમાં કામ કરી રહેલા કર્મચારીઓને સતાવી રહ્યો છે.
જોકે જાણવા મળ્યા મુજબ સેવા સદન ની આ બિલ્ડીંગમાં ઘણી કચેરીઓમાં આવી હાલત છે તેમ છતાં આવી કચેરી માં કર્મચારીઓ જોખમરૂપ કામ કરવા મજબૂર આખા નર્મદા જિલ્લાનું જ્યાંથી સંચાલન થઇ રહ્યું હોય તેવી જિલ્લા સેવાસદનની બિલ્ડીંગમા જ જો આવી બેદરકારી જણાય અને તે બાબતે ત્યાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે આંખ આડા કાન કરતા હોઈ ત્યારે જીલ્લાનો વિકાસ અને વહીવટ કેવી રીતે થતો હશે એ બાબતે અનેક સવાલો ઉઠી રહયા છે. શુ જીલ્લા કલેક્ટર આ બાબતે અજાણ હશે…?