રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજૂઆત ટુક સમયમાં કામ શરૂ કરાશે
બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ માટે સતત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સફળ રજૂઆત કરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રોડ રસ્તાઓ મંજુર કરાવી રહ્યા છે અગાઉ બાબરા તાલુકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા રોડ મજુર કરાવી ગુણવત્તા યુક્ત કામગીરી પણ પૂર્ણ કરાવી છે.
ત્યારે હવે લાઠી અને દામનગર ને જોડતા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ રોડ મંજુર કરાવી વર્ક ઓડર ઈશ્યુ કરાવી ટુક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાત્રી પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા આપવામાં આવી છે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ ત્રણ કરોડના ખર્ચમાં લાઠી તાલુકાના લાઠીથી ભુરખિયાનો માર્ગ ૮૬ લાખના ખર્ચે એપ્રોચ માર્ગ મંજુર કરવામાં આવેલ છે તેમજ લાઠી તાલુકાના ઇંગોરાળા થી ભીંગરાડ (૨ કરોડ ૧૬ લાખ) ના ખર્ચે મંજુર કરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે વર્ક ઓડર ઈશ્યુ કરવામાં આવ્યો છે.
રાજ્યના માર્ગ અને મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લાઠી તાલુકાના માર્ગો મંજુર કરવામાં આવતા લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.