રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
હાલમાં કોરોનાવાયરસ ની માહામારી ચાલી રહી છે જેને લઇને હાલમાં લોકડાઉંન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે ત્યારે નેવીના એક કર્મચારીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે નર્મદા અને વડોદરા જિલ્લાના રંગ સેતુ પુલ પાસે પોઇચા નજીક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે એક કારમાં બેઠેલા ચાર લોકો જણાઇ આવ્યા હતા ત્યારે અહીંયા ફરજ પર હાજર પીએસઆઇ કે.કે.પાઠક ચેકિંગ દરમિયાન નેવીના કર્મચારીને માસ્ક પહેરવાનું કહેતા આ કર્મચારીએ પોલીસ અધિકારી સાથે હું ઓખા નેવીનો કર્મચારી છું તેમ કહી પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી જે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ લોકો અન્ય જિલ્લામાંથી આવતા તથા માસ્ક ન પહેરી કાયદાનું ઉલ્લંઘન કરતા તેઓને home current ટાઇન કરાવવા માટે આરોગ્ય વિભાગને જાણ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.