હળવદમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવા મામલે વેપારીઓનો વિરોધ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો વેપારીઓ પહેલા હળવદ નગરપાલિકા કચેરી બાદમાં મામલતદાર કચેરીએ ઘસી જઈને તંત્ર સમક્ષ એકી બેકી તારીખે દુકાનો ખોલવાના નિર્ણયને નાબૂદ કરવાની માંગ કરી હતી.

હળવદમાં લોકડાઉન-4 દરમિયાન તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે અને હળવદ તમામ પ્રકારની દુકાનો ખોલવામાં આવી છે. પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે હળવદની બજારોમાં ભીડનું જોખમ ટાળવા માટે ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. તેથી હળવદમાં દુકાનો ઓડ ઇવન પદ્ધતિ મુજબ એકી બેકી તારીખે ખુલી હોય જેમાં એક દિવસ ધંધો ચાલુ અને બીજા દિવસે ધંધો બંધ રહેતો હોવાથી વેપારીઓની મુશ્કેલી વધી રહી છે. આથી આજે હળવદની મેઈન બજારના વેપારીઓએ આજે ઓડ ઇવન પદ્ધતિનો વિરોધ કર્યો હતો અને આ નિર્ણય પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. વેપારીઓ પહેલા નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. બાદમાં મામલદાર કચેરીએ દોડી જઈને ઓડ ઇવન પદ્ધતિને નાબૂદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,હળવદમાં હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી પણ ધાંગધ્રામાં પોઝિટિવ કેસ નોંધાયા હોય અને હળવદ તેની નજીક હોવાથી કોરોના સંક્રમિત થવાનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે. ત્યારે બજારોભીડનું જોખમ ટાળવા માટે સરકારે લાગુ કરેલી ગાઈડ લાઈનનો વેપારીઓ ચુસ્તપણે અમલ કરે તે ઘણું જરૂરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *