હળવદમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ડીવાયએસપી, મામલતદાર, પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું.

હળવદમાં જાણે કોરોના એ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડ ના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે ત્યારે હળવદમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વેપારીઓ અને લોકો જરૂરી સાવચેતી રાખી સરકારની ગાઈડ લાઈનનું પાલન કરે તે માટે આજે ડીવાયએસપી રાધિકા ભરાઈ તેમજ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ હાથ ધરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

હળવદમાં લોકડાઉન-4 માં તમામ પ્રકારની છૂટ મળતા વેપારીઓ અને લોકો કોરોના સામે જંગ જીતી ગયા હોય તેવું માનીને મુક્તમને હરવા ફરવા લાગ્યા છે. તેથી, હળવદની મેઈન બજારોમાં ભીડ વધી ગઈ છે. જોકે હળવદમાં એકપણ કોરોનાનો હજુ સુધી પોઝિટિવ કેસ નોંધાયો નથી. પણ કોરોનાનું જોખમ ટળ્યું નથી. આ પ્રકારની બેફિકરાઈ લોકોને જ ભારે પડે એમ છે. તેથી, અત્યાર સુધી પોલીસ સહિતના કોરોના વોરિયર્સ અને લોકોએ કોરોનાનું સંક્રમણ અટકાવવાની મહેનત માથે ન પડે તે માટે લોકો સાવચેત રહે એ માટે હળવદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાને આવ્યા છે અને ટોળાશાહી દૂર કરવા લોકોને સમજાવ્યા હતા. જેમાં હળવદના સરા રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, મામલતદાર વી. કે. સોલંકી, પી.એસ.આઇ પી. જી. પનારા, ચીફ ઓફિસર સાગર રાડિયા સહિતના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સાથે સાથે ડિવાઇસ રાધિકા ભારાઈ દ્વારા શહેરીજનોને કોરોનાથી સાવચેત રહેવા અપીલ કરી મોઢા પર માસ્ક અવશ્ય પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા જણાવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *