રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
હાલમા બે દિવસ પહેલા ચુંદડી વાળા માતાજી ( પ્રહલાદ ભાઈ જાની) નુ બે દિવસ પહેલા તેમના વતન ચરાડા ગામે તેમનુ દુ:ખદ નિર્ધન થયુ હતુ. ત્યાર બાદ માતાજીને ગબ્બર પર્વતની પાસે તેમના મૂળ નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા અને બે દિવસ માતાજી ના દેહને બરફ પર રાખવામાં આવ્યુ હતુ. તેથી માતાજી ના ભક્તો તેમના દેહના છેલ્લા દર્શન કરી શકે અને આજ રોજ સવારે માતાજીને શાસ્ત્રોકત વિધી અનુસાર માતાજી ને તેમના સ્થાને સમાધી આપવામાં આવી હતી. આ સમાધી આપવામાં માતાજીના ઘણા ખરા ભકતો આવ્યા હતા અને સમાધી આપ્યા બાદ માતાજીના બધા ભક્તોએ સમાધી પર ફુલ ચઢાવ્યા હતા અને ત્યાર બાદ સર્વે ભક્તો એ માતાજી ની સ્તુતિ અને આરાધના કરી હતી.
ચુંદડી વાળા માતાજીના ભક્તોએ જણાવ્યું હતું કે માતાજી દેવલોક નથી થયા પણ માતાજી એક પવનના રુપે અમારી સાથે જ છે અને રહશે.