રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના આર.સે ટીના સયુંકત ઉપક્રમે સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોન્ફરન્સ કોલ મિટિંગ હાથ ધરાઈ.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

અરવલ્લીમાં રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસા દ્વારા દેના આર.સે ટી સાથે સંકલન કરી સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોલ કોન્ફરન્સ દ્વારા યોજનાકિય માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ.

અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી છેવાડા ગામડા સુધી પહોંચી. અવનવી પદ્ધતિ દ્વારા પ્રસંશનીય રીતે ગ્રામવિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે સંપર્કમાં રહી સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે હિંમતનગર દેના આર.સે ટી સાથે સંકલન સાધી કોન્ફરેન્સ કોલ દ્વારા દેના આર સે ટી ની યોજનાકીય માર્ગદર્શન આપવા અંગે મિટીગ હાથ ધરવામાં આવી જેમાં 148 મહિલાઓ સહભાગી થઈ યોજનાકીય માર્ગદર્શન મેળવ્યું હતું.

પ્રસ્તુત કોન્ફરન્સ કોલ દેના આર સે.ટી હીંમતનગરના પોગ્રામ ઓફિસર ભાર્ગવભાઈના અધ્યક્ષ સ્થાને હાથ ધરવામાં આવી હતી જેમાં ભાર્ગવભાઈ દ્વારા સ્વ સહાય જૂથની મહિલાઓ દેના આર સે ટી નો પરિચય આપી તેનો ઉદેશ્ય અને કામગીરી અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. વધુમાં તેમને માહિતી આપી હતી કે ગ્રામીણ લેવલે નિરક્ષર કે શિક્ષિત બે રોજગારો માટે દેના આર સે ટી દ્વારા આપવામાં આવતી તાલીમો આર્થિક રીતે પગભર કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે, ગ્રામિણ બે રોજગારોને સ્વ રોજગાર તાલીમ દ્વારા સ્વાવલંબી બનાવવા અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દેના આર સે ટી દ્વારા આપવામાં આવતી વિવિધ તાલીમો જેમ કે મોબાઈલ, એસી, કમ્પ્યુટર રિપેરિંગ , સિલાઇ તાલીમ ,પેપર ફાઇલ ,અગરબત્તી તાલીમ ,પશુપાલન તાલીમ ,બાગાયત વિષયક જેવી તાલીમો અને તાલીમમાં સહભાગી થનાર લાભાર્થીની લાયકાત સંબધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ઉપરોક્ત તાલીમ બાદ તાલીમમાં સહભાગી થયેલ તાલીમાર્થી માટે બેન્ક લોન , નોકરી તથા માર્કેટ લિંકેજ સુધી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે દેના આર.સે.ટી દ્વારા કોઈપણ જાતની તાલીમનું આયોજન હાથ ધરવું હોય તો બહેનો દ્વારા એક યાદી તૈયાર કરી તાલુકા લાઈવલી હુડ મેનેજરને સબમીટ કરવી તેમના દ્વારા દેના આર સે ટી ને મોકલવામાં આવશે જેમના અભિપ્રાયના આધારે તથા ડાયરેકટ દેના આર સે ટી નો સંપર્ક કરી તાલીમનું આયોજન હાથ ધરી શકાશે.

કાર્યક્રમના અંતમા પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા રોજગાર લક્ષી તાલીમ અંગે અલગ અલગ પ્રશ્નો કરવામાં આવ્યા હતા , દેના આર સે ટી ના પોગ્રામ ઓફિસર શ્રી ભાર્ગવભાઈ દ્વારા તે તમામ પ્રશ્નોના સંતોષ કારક પ્રત્યુતર આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અંતમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોનફરન્સ તાલીમમાં સહભાગી થનાર તમામ બહેનોનો આભાર વ્યક્ત કરી કોનફરન્સ કોલ મિટિગને પૂર્ણ જાહેર કરવામાં આવી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *