દાહોદ તાલુકાના વરમખેડા કુવા ફળીયામાં રહેતા અનીલભાઇ ઉદેસીંગભાઇ પરમાર તા.13ના રોજ બાઇક લઇને દાહોદ આવતો હતો. દાહોદના બ્રીજ ઉપર જીજે-06-એબી-7485 નંબરની મારૂતી ફન્ટી કારના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી અનીલની બાઇકને અડફેટે લીધી હતી.
અજાણ્યા ચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
અકસ્માતમાં અનીલને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને લઇ જવાયા હતા. અનિલની હાલત ગંભીર હોવાથી પરિવાર તેને દાહોદના ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાંથી વડોદરા ખાતે લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે ભીમાભાઇ સુકીયાભાઇ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફન્ટી કારના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે