રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પાટણ જિલ્લાના શંખેશ્વર મહાતીર્થ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન મંદિરના ઉપક્રમે પ્રેમ રત્ન પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે શ્રીમતિ જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું. આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક, જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજય મ.સા ના માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ભોજન આપવામાં આવેલ હતું. આજે આપણે એવા વ્યક્તિની વાત કરવી છે કે જેવો છેલ્લા 35-35 દિવસથી આ ભોજન કાર્યમાં તન-મન-ધન થી વિશેષ સહિયોગ પ્રાપ્ત કરેલ છે. શંખેશ્વર ગામનું રત્ન અને પાટણ જીલ્લામાં જેમણે શિક્ષકો, તલાટી, પોલીસ અને બાળક-બાલિકાઓની કોમ્પ્યુટરની તાલીમ આપેલ છે. એવા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે શ્રીમતિ જીજ્ઞાબેન શેઠનું સન્માન પત્ર દ્વારા બહુમાન કરેલ છે. અને મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ લોકડાઉન દરમ્યાન લોકસેવાની પ્રવૃત્તિ કરનાર પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ની મંત્રીશ્રીએ તેની પ્રવૃત્તિને બિરદાવી હતી.આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમાન યોગેશભાઈ ગઢવી (બોક્ષા), સામાજિક કાર્યકરતા પરેશભાઈ ગોહિલ એ લોકડાઉન દરમ્યાન લોકસેવાની પ્રવૃત્તિ કરનાર શ્રીમતિ જીજ્ઞાબેન એ કરેલ ભોજન સેવા કાર્યને બિરદાવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ સામાજીક અને સેવાકીય કાર્ય સાથે જોડાયેલા નગરના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.