હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેને પગલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉંન ૪.૦ અમલમાં છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં સરકાર દ્વારા આંતર જિલ્લા પરિવહનની પરવાનગી આપવામાં આવી છે તેથી લોકો શહેરો તરફ થી ગામડાઓમાં આવી રહ્યા છે તેને કારણે ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે
કાલોલ તાલુકાના એરાલ ગામમાં કોરોનાનો પગપેસારો થયો છે એરાલ ગામમાં રેવાબેન મોહનભાઇ સોલંકી(રહે.હરિજનવાસ) તા ૨૨-૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ થી ખાનગી સાધન માં એરાલ ગામએ આવ્યા હતા તંત્ર ને જાણ થતા તેમનો તા. ૨૬-૫-૨૦૨૦ ના રોજ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.ત્યારે તા.૨૭-૫-૨૦૨૦ના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેની આરોગ્ય તંત્રને જાણ થતા રેવાબેનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તેને પગલે આજરોજ પંચમહાલ આરોગ્ય ટીમ દ્વારા કાલોલ તાલુકાના એરાલ ગામ એ પહોંચી રેવાબેનના પરિવાર પાંચ સભ્યોને તાજપુર ખાતે સરકારી કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તથા હરિજનવાસ માં રહેતા ૧૭ જેટલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જયારે આરોગ્ય વિભાગ ની ૧૦ જેટલી ટીમ તૈનાત કરી ૨૮ દિવસ સુધીની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તથા એરાલ ગામના હરિજનવાસ ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે કાલોલ મામલતદાર, કાલોલ તાલુકા આરોગ્ય ટીમ , પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ એરાલ ગામની મુલાકાત લઇ કોરોના સંક્રમણ આગળ ન ફેલાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.