રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે એક્સીલેન્ટ કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરતાં કામદારોએ પગારના મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા કામદારોનું કહ્યું છે કે અમે જીવના જોખમે કામો કરીએ છીએ તથા કંપની તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી અને છેલ્લા ત્રણ મહિનાથી અમારો પગાર પણ કરવામાં આવ્યો નથી હાલમાં લોકડાઉંનની પરિસ્થિતિ ચાલે છે રાજ્ય સરકારે પણ કામદારોને પગાર તેમજ મહેનતાણું ચૂકવવા માટે આદેશો કર્યા છે તેમ છતાં પણ અહીં કંપનીના જે તે સંબંધિત અધિકારીઓ દ્વારા સરકારના આદેશનું ઉલ્લંઘન થઇ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે એક્સીલેન્ટ કંપનીમાં કામ કરતા કામદારો છેલ્લા ત્રણ મહિનાથી ઉનાળા ની કાળઝાળ ગરમીમાં કામ કરી રહ્યા છે તેમ છતાં પણ કંપનીના જે તે સંબંધિત અધિકારીઓની આંખો હજી ઉઘડતી નથી અને આ કામદારોનું કંપનીના સુપરવાઇઝર દ્વારા શોષણ થઈ રહ્યું હોય તેમ જણાવ્યું છે આ બાબતે એક્સીલેન્ટ કંપનીમાં કામ કરતા સુપરવાઇઝરને પૂછતા તેઓએ મીડિયા સમક્ષ કંઈ પણ જણાવવા માટે ઇનકાર કર્યો હતો.