નર્મદાના ધારીખેડા સુગર પાસે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે બળાત્કારનો ગુનો નોંધાયો.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં આવેલી ધારીખેડા સુગર ફેક્ટરી પાસે રહેતા મહારાષ્ટ્ર ના મજૂરી કામ કરતા લોકો પૈકી એક સગીર વય ની બાળાને ધમકી આપી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાની યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તરફ ના કેટલાક મજૂરો ધારીખેડા સુગર પાસે રહેતા હોય એ પૈકી ગત નવેમ્બર 2019 થી માર્ચ 2020 દરમિયાન એક સગીર વયની 16 વર્ષની બાળા પણ ત્યાં રહેતી હતી જેને ત્યાંજ મજૂરો સાથે રહેતા જીતુ નામના એક યુવાને એક વખત બાળા ને મારી નાંખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો ત્યાર બાદ બીજી બખત પણ આ બાળાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ફરી બળાત્કાર કરતા તબીબી તપાસ માં સગીર બાળા ગર્ભવતી હોવાની વાત સામે આવતા હવસખોર જીતુ જેના પુરા નામની ખબર નથી તેના વિરુદ્ધ ફરિયાદ થતા આમલેથા પોલીસે બળાત્કાર, ધમકી અને પોસ્કો સહિત ની કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *