ગીર સોમનાથ: કોડીનારનાં એક દરજી યુવાને કોરોનાની મહામારી સામે રક્ષણ આપતા 15 હજારથી વધુ માસ્ક બનાવી સમાજમાં નિઃશુલ્ક વિતરિત કર્યા.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથનાં કોડીનારનાં એક દરજી યુવાને કોરોનાની મહામારી સામે રક્ષણ આપતા 15હજારથી વધુ માસ્ક બનાવી સમાજમાં નિઃશુલ્ક વિતરિત કર્યા.માસ્ક બના વી નિઃશુલ્ક વિતરણ કરવાનો ઉદ્દેશ્ય.આ એકલ વિરે અન્યને ઉદાહરણ પુરૂ પાડ્યું.આ યુવાનનો એકજ ઉદેશ્ય છે કે જયાં સુધી કોરોનાં કાબુમાં ન આવે ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં એક એક વ્યક્તિ સુધી માસ્ક બનાવીને નિઃશુલ્ક વિતરિત કરવા અને રાષ્ટ્રીય ભાવના સાથે દેશની ખરા સમયે સેવા કરવી છે.

ગીર સોમનાથનાં કોડીનારનો આ સેવાભાવી યુવાન પોતે માસ્ક બનાવી નિશૂલ્ક વિતરણ કરે છે.સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 2મહીના માટે લોકડાઉન અમલમાં હતુ કોરોના વાયરસ ન ફેલાય તે માટે સરકાર કટીબધ્ધ છે. લોકડાઉનનાં કારણે નાના માણસોને તકલીફ ન પડે તે માટે જુદી-જુદી સંસ્થાઓ સેવા કાર્ય કરવા માટે આગળ આવી હતી રહેઠાણ, ભોજન અને માસ્ક વિતરણ કરી સેવા યક્ષ કાર્યરત કરાયુ હતુ ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરનાં એક સેવાભાવી દરજી યુવાન દ્વારા પોતે માસ્ક બનાવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવીયુ ખરા સમયે આ સેવાભાવી યુવાને માનવતા દાખવી એકલવીરનું બિરૂદ પ્રાપ્ત કર્યું છે. કોડીનાર શહેરનો વતની આ દરજી યુવાન સિલાઈ કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે.તેણે જણાવ્યું હતું કે, “સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઈ મોદીએ ભારત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે લોક ડાઉનની અમલવારી કરી છે.” આપણા દેશને ખરા સમયે આપણાથી બને એટલી સેવા કરવાનો સમય છે. હું દરજીનો દીકરો છું. સિલાઈ કામ કરૂ છું.વર્તમાન સમયમાં લોકોને 20 થી 40 રૂપિયા એક માસ્કનાં ચૂકવવવા પડે છે.જે દરેકને પોષાય તેમ ન હોય માઁ હિંગળાજ ની કૃપાથી દરરોજ કાપડનાં 100 થી 200 માસ્ક બનાવું છું.તેનું ગામના ચોરા, શેરીમાં નિઃશુલ્ક વિતરણ કરૂ છું. ઉપરાંત જ્યારે હું જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા જાવ છું ત્યારે પણ મારા ખિસ્સામાં થોડા માસ્ક લઈ જાવ છું અને વિતરણ કરૂ છું.લોકો મારા ઘરે આવીને માસ્ક લઇ જાય છે. લોકડાઉન થયુ અને 7 દિવસથી માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું.અને અત્યાર સુધી 15હજારથી વધુ માસ્ક બનાવી તેનું વિતરણ કરી દીધું છે.અને હું લોકડાઉન સુધી તેમજ જ્યા સુધી કોરોનાં વાઇરસ કંટ્રોલમાં નહિ આવે ત્યાં સુધી આ કાર્ય કરી સેવા કરવા માટે તત્પરતા દર્શાવુ છું.” આ યુવાનની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે.છતાં ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉક્તિ મુજબ તે માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાનું કાર્ય જારીજ રાખ્યું છે.આ દરજી યુવાનની લગન અને કાર્યને વહીવટી તંત્ર અને શહેરના અગ્રણીઓ પણ બિરદાવી રહ્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *