રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોરોનાની મહામારીમાં તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની આંબલિયાળા વિડીમાં આશરે 2 મહિના પહેલાની ઘાસ પ્રેસીંગની 12 જેટલા મજૂરોની મજૂરી વન વિભાગની બેદરકારીને કારણે બાકી હતી જે મજૂરોએ સરપંચ ભાવેશભાઈ જાદવને 19/4/2020 ના રોજ લેખિતમાં રજૂઆત કરતા સરપંચ 21/4/2020 ગુજરાત રાજ્યના વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબને જી-મેલ દ્વારા રજુઆત કરતા તાત્કાલીક કાર્યવાહી કરતા મજૂરીની ચૂકવણી કરતા મજુરોએ સરપંચશ્રી ભાવેશભાઈ જાદવ નો હદયપૂર્વક આભાર માન્યો હતો..