રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે બે જુથ વચ્ચે ઘર્ષણ થતા 3 વ્યક્તને ઈજા પહોંચી છે.
૧૦૮ ને જાણ થતાં ઘટના સ્થળે પહોચી અને ઇજા થયેલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ઇજા થયેલ ત્રણ વ્યક્તિને રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ઇજા થયેલ ત્રણ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે વાવેરા ગામે દુકાનદાર પુજાભાઈ સોલંકી દ્વારા બાકી નામાની ઉઘરાણી કરતા દુકાન નું નામુ માગ્યું હતું વિનુભાઈ ચુડાસમા દુકાનુ નામુ નથી આપવું તેમ કહીને દુકાનદાર ઉપર લોખંડ ના પાઈપ અને ધોકાથી હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વધુ તપાસ પી.આઈ. ઝાલા હાથ ધરવામાં આવી હતી.