રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. ત્યારે આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા મળે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકડાઉન ખૂલતા જ પાન-મસાલાના હોલસેલ વેપારી પાસે વહેલી સવારે દુકાન પર પહોંચી ગયા હતા અને લાઈન લગાવીને પાન-મસાલા ખરીદતા જોવા મળ્યા હતા.
હળવદ શહેરના હોલસેલ બજારમાં બીડી તેમજ મીરાજ લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી. તો હળવદમાં હોલ સેલ દુકાનો બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયેલા જોવા મળ્યા, જો આગામી દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણ ના કેશ વધે તો જવાબદાર કોણ?