રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
હાલમાં ચોથું લોકડાઉન અમલમાં છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે પાટણ જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરવા માટે નો ચુસ્ત અમલ થાય તે માટે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસંધાને પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે તલાટી બિપિનભાઇ પટેલ આ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે અર્થાત્ ગામલોકો દ્વારા આ જાહેરનામાનો પુરેપુરો અમલ થાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે ગામની મુલાકાત લઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના સોવનજી સુરાજી ઠાકોર માસ્ક પહેર્યા વિના ગામમાં ફરતો જોવા મળતાં તલાટીએ આ વ્યક્તિને કહેલ કે કેમ માસ્ક પહેર્યું નથી. તમે જાહેરનામાનો ભંગ કર્યો હોઇ તે બદલ દંડ ની રકમ માંગતાં ઉશ્કેરાયેલા સોવનજી ઠાકોરે તલાટી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખી નખ થી ઉઝરડા કરી પગના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડતા તલાટી એ બુમાબુમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવતા આ શખ્સ ભાગી છૂટયો હતો. તલાટી બિપિનભાઈ એ મામલતદારને રૂબરૂ તેમની સાથે બનેલી ધટનાની હકીકત જણાવતાં મામલતદાર હિમાંશુ ચૌહાણએ પી.આઇ. ગોહિલને ધાણોધરડા ગામેની ધટના સંદર્ભે આરોપી ને પકડી કડક હાથે કામ લેવા આદેશ કરતાં વધુ તપાસ પી.આઈ. શક્તિસિંહ ગોહિલે હાથ ધરી છે.