રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
હાલમાં કોરોના મહામારીને લઈ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે તંત્ર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અલગ અલગ ઘણી બધી સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિવિધ સેવાકાર્ય કરી રહી છે ત્યારે જુનાગઢ જીલ્લાના માંગરોળ ખાતે શહેરના જાહેર માર્ગો પર આમ જનતાને આહીર એકતા મંચ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.