રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
વીજબીલ, પાણી વેરા, મિલકત વેરા તથા શાળાના પ્રથમ સત્રની ફી માફ કરવાની કરીમાંગ
તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિદ -૧૯ ની માહામારીને કારણે જરૂરી સહાય આપવા બાબતે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા વીજબીલ, પાણી વેરા મિલકત વેરા તથા શાળાના પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં આખા વિશ્વમાં કોવિડ -૧૯ ની મહામારી ચાલી રહી છે, તેવામાં ભારત તેમજ ગુજરાત જેવા રાજયમાં પણ પરિણીત પાણી જ વિકટ બની રહેલ છે. લાંબા લોકડાઉનને કારણે ધંધા – વેપાર – રોજગાર ઠપ્પ છે , લોકોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી તેમજ દયનીય થઇ ગયેલ છે અને લોકો પાસે જીવનજરૂરીયાતની વસ્તુઓ લેવા માટે લોકોને હાલાકી પડી રહી છે. સરકાર તરફથી કોઈ જ જરૂરી સહાયની જોગવાઇ થઇ રહેલ નથી તેવામાં ખેડૂત વર્ગ તેમજ મધ્યમ વર્ગની હાલત અત્યંત કફોડી બની ગયેલ છે. તેવામાં સરકારે માર્ચ -થી જુન – 20 સુધીના તમામ વિજળી બીલ માફ કરવા જોઇએ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરીવારોના રહેઠાણના પાણી વેરો અને મિલકત વેરો માફ કરવામાં આવે તથા નાના વેપારીઓના ધંધાના વેરા માફ કરવામાં આવે તથા ખાનગી શાળા ની પ્રથમ સત્રની ફી સરકાર માક કરે તેવી અમારી તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતીની માંગ છે. તાલુકા પચાયતનાં પ્રમુખ મહેન્દ્ર ભાઈ ભીલ, જિલ્લા પ.બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રોહિત, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઇ ભીલ તેમજ જિલ્લા પ્રવકતા મલગભાઈ રાઠોડ તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.