રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે આજરોજ સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી નો ગામ લોકોએ વિરોધ કર્યો હતો ગામ લોકોનું કહેવું છે કે આ કામગીરી અધિકારીઓ કોની મંજૂરીથી કરી રહ્યા છે તેનો અમને જવાબ આપે અને જો લેખિતમાં ઓર્ડર હોય તો તે અમને બતાવે ત્યાર બાદ કામગીરી ચાલુ કરે આ કામગીરી દરમિયાન પોલીસ તથા ગામ લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા આ કામગીરી બાબતે અધિકારીઓને પૂછતા તેઓએ મીડિયાના કેમેરાની સામે કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું અને જણાવ્યું હતું કે આ કામગીરી બાબતે અમારાથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકાય તેમ નથી અમોને ઉપલા અધિકારી ની સૂચના મળશે ત્યારબાદ જ અમે આ કામગીરી બાબતે મીડિયા સમક્ષ ખુલાસો કરીશું જાણવા મળેલ છે કે ગામના કેટલાક લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે મહત્વની બાબત તો એ છે કે આ સમસ્યા છેલ્લા કેટલાય સમયથી ગામલોકો તથા નિગમના અધિકારીઓ વચ્ચે ચાલી રહી છે અને અહી અધિકારીઓ દૂર રહી પોલીસને આગળ કરી દે છે જેથી કરીને ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે અને સંબંધો બગડે છે તો આ માટે જવાબદાર કોણ? કામગીરી કરાવવા માટે આવેલા અધિકારીઓ કે પોલીસ? આ ચર્ચાએ જોર પકડયું છે વારંવાર નિગમના અધિકારીઓ પોલીસ ને સાથે લાવી ગામલોકો સાથે ઘર્ષણ કરાવે છે અને જ્યારે વાતાવરણ ગરમ થાય છે ત્યારે અધિકારીઓ ઘટનાસ્થળેથી દૂર જતા રહે છે જેને કારણે પોલીસના માથે ભાર આવી જાય છે.
હાલ માં લોકડાઉંન ની પરિસ્થિતિ ચાલી રહી છે તે છતાં નર્મદા જિલ્લા ના કેવડિયા ગામ ખાતે લોકડાઉંન ની પરિસ્થિતિ માં પણ ફેન્સીંગ ની કામગીરી ચાલી રહી છે તેથી સરકાર આ કામગીરી ને વહેલી તકે બંધ કરાવે તેવી ગામલોકોએ માંગણી કરી છે