રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગરેપ કરી ફોટા પાડી તે ફોટા જાહેર કરવાની આપી ધમકી
જેતપુર શહેરની એક ગભરુ સગીર વિદ્યાર્થિનીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરી પૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટા પાડી તે ફોટા જાહેર કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની સગીરાએ ઇ-મેઈલથી પોલીસ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.
જો નહીં આવે તો તેના ભાઇને મારી નંખાશે તેમ કહી શારીરિક સંબંધ બાંધતો
જેતપુરની બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વલ પારખીયા નામના યુવાને તેને કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રો પણ હતા. જેમાં ધવલ,રાજુ અને અદાએ પણ સંબંધ બાંધ્યો અને ધવલે તેના મોબાઈલ વડે ફોટા પાડી લીધા. ત્યારબાદ પણ રાજકોટના રોનક દોંગા તેમજ વાડી માલિકે તેની સાથે દુષ્કર્મ કર્યું. આવો સીલસીલો ચાલુ જ રહ્યો જેમાં ધવલ ફોટા જાહેર કરવાની ધમકી આપી જો નહીં આવે તો તેના ભાઇને મારી નંખાશે તેમ કહી શારીરિક સંબંધ બાંધતો. દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે તેમના પુત્ર ખુશાલે પણ હવસ સંતોષી હતી. સગીર વિદ્યાર્થિનીને ધમકાવી રૂપિયા પડાવી લીધા હોય સગીરા ઘર છોડીને ચાલી ગઈ હતી પરંતુ પરિવાર વીરપુર પાસેથી પરત લઈ આવતાં તેણીએ આખી ઘટના બયાન કરી હતી. પરીવારે પ્રથમ ઇ મેઈલ દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે સગીરાને પોલીસ સ્ટેશને બોલાવી ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી છે.