રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પંથકમાં જાહેરનામા ત્થા કર્ફયુનો કડક અમલ કરાવવા રેન્જ આઈ.જી.પી. મનીન્દરસિંગ પવાર ત્થા જીલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી ત્થા એ.એસ.પી. અમીતભાઈ વસાવાની સુચનાથી ઉનાના પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, એ.એસ.આઈ. કે.જી.પીઠીયા, પોલીસ કર્મચારી ભીખુશા બચુશા, નીલેશભાઈ, અરવિંદભાઈ, વિજયભાઈ, રાજેન્દ્રસિંહ, પ્રકાશભાઈ, વિજયભાઈ રામશીએ જુદીજુદી ટીમ બનાવી જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા દેલવાડામાં નદી કાંઠે ભીડ ભંજન મંદિર પાસે જુગાર રમતા ઈકબાલ અબુબકર મકરાણી, સુરેશ ભીખા, દિલીપ દેવાણંદ વાજા, શબ્બીર મહમદ હુસેન સીપાઈ, બાબુ રણશી વાજા, પંકજ પુના બાંભણીયા, હિતેશ કાના વાજા, નરેશ મનુ પરમાર, જયેશ દેવચંદ, અલ્પેશ મનુ દમણીયા, અશોક અરજણ, કલ્પેશ નગાજણ, ઉકા ગભરૂને રૂા.૨૩૦૭૦ રોકડા સાહિત્ય સાથે પકડી પાડેલ હતા.
જ્યારે બીજા બનાવમાં ગીરગઢડા રોડ ઉપર સુગર ફેકટરી કવાર્ટસ પાછળ બાવળની ઝાડી પાછળ જુગાર રમતા છગન ભીમા વાજા, વજીર ઈબ્રાહમ બ્લોચ, અબ્દુલ કાદર અબ્દુલ્લા, મહમદ યુનુસ ઉર્ફે અનીસ, સલીમ ઈકબાલ, કનુભાઈ લખમણ પરમાર, અબા સાલે ઉર્ફે ઈકબાલ અબારજાક, રસુલ જુસબ બ્લોચ, ઈસુફ બાબુ ગભોલ, જાવીદ સુભાનને પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂા.૧૦૧૦૦ પુરા સાથે પકડી લોકડાઉન અને રાત્રીના કર્ફયુનો દુુર ઉપયોગ કરતા પકડી પાડેલ હતો.