રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ જીઆઇડીસી માં દર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે આમ તો છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ન મજૂરોને સતાવી રહ્યો છે ત્યારેઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા મજુરો નેરૂપિયા 400 થી 500 રૂપિયા ખર્ચીને મજુરોને પાણી મંગાવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી મજૂર વર્ગની માંગ ઉઠવા પામી છે.
હળવદ તાલુકામાં દર વર્ષે ઉનાળાના પીવા ના પાણીના પાણી નો પ્રશ્ન સતાવી રહ્યો છે સમયે પીવાના પાણીનો કાળો કકળાટ સર્જાય છે થોડા સમય પહેલા હળવદ તાલુકાના અજીતગઢ વિહોતનગર ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન પ્રશસતાવી રહ્યો છે તેની હજી સાઈસુકાઈ નથી ત્યારે હળવદ ના વોર્ડ નંબર સાત ના જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અત્યારે ઉનાળીની કાળઝાળ ગરમીમાં જીઆઈડીસી માં કામ કરતાં 200 જેટલા પરિવાર મજુરો ની હાલત કફોડી બની છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કામ કરી સાજે ઘરે આવે ત્યારે મહિલાઓને પાણીની સમસ્યા સતાવી રહ્યો છે અમુક લોકો નર્મદા કેનાલનું પાણી પીતા હતા પરંતુ હાલ નર્મદા કેનાલ ખાલી ખમહોવાથી પીવાના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે મજૂર વર્ગના લોકો પણ 400 રૂપિયા ખર્ચ ને પીવાના પાણીના ટેન્કર મંગાવેલ છે ત્યારે આ અંગે અહીંના રહેવાસી પરભુભાઈ ઠાકોર,નવલ બેન,વસંતબેન જણાવ્યા પ્રમાણે અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે રાજકીય આગેવાનો પણ ડોકાતા નથી ત્યારે આર અમારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી જ ખર્ચી ને લાવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહિશોએ માંગ ઉઠવા પામી છે.