રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના ૪૪ દર્દીઓ નોંધાયેલા છે. ૨૨ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયેલ નથી.
ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય શાખા દ્રારા કોરોના વાયરસ ન ફેલાય તે માટે સર્તક છે. બહારના રાજ્ય કે જિલ્લા માંથી આવતા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય શાખા દ્રારા કોરોના વાયરસના શંકાસ્પદ ૪૪ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજે ૪૦ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ છે.