રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લા માંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ જિલ્લામાં ફસાયેલ મધ્યપ્રદેશના ૩૫ શ્રમિકોને ખાનગી બસ દ્રારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ કરી વતન મોકલવામા આવ્યા છે. સામાજીક સંસ્થાના સહયોગથી પાણી અને ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ નોડલ ઓફિસર એઆરટીઓ કારેલીયાની યાદીમાં જણાવાયું છે.